Budget 2023 : બજેટ પછી શું સસ્તું-મોંઘું થશે? 35 વસ્તુઓના ભાવ વધારવાની તૈયારી

Budget 2023 Exclusive Information: નાણા મંત્રી નિર્મલા સીતારમન પહેલી ફેબ્રુઆરીનાં રોજ કેન્દ્રિય બજેટ રજૂ કરવાનાં છે, આ બજેટમાં મધ્યમ વર્ગ અને કેટલાક સેક્ટરને રાહત મળી શકે છે. ડેટ લિંક્ડ સેવિંગ સ્કીમ લોન્ચ થવાની પ્રબળ શક્યતા છે.

બજેટમાં મધ્યમ વર્ગને શું મળશે?

આત્મનિર્ભર ભારતના અભિયાનને મજબૂત અને વેગ આપવા માટે આ Budget 2023 માં Custom Duty માં વધારાની જાહેરાત કરવામાં આવી શકે છે. આ પગલું સરકારના મેક ઇન ઇન્ડિયા અભિયાનમાં મદદ કરશે અને સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપશે. આયાત ઘટાડવા અને સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે સરકાર 35 સામાન પર કસ્ટમ ડ્યુટી વધારવાની તૈયારી કરી રહી છે. તેમાં પ્રાઈવેટ જેટ, હેલિકોપ્ટર, હાઈ-એન્ડ ઈલેક્ટ્રોનિક વસ્તુઓ, પ્લાસ્ટિકની વસ્તુઓ, જ્વેલરી, હાઈ-ગ્લોસ પેપર અને વિટામિન્સ જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે.

સરકાર જે સામાન પર કસ્ટમ ડ્યુટી વધારવાની યોજના ધરાવે છે તેની યાદી વિવિધ મંત્રાલયો પાસેથી પ્રાપ્ત થઈ છે. આ યાદીની સમીક્ષા કર્યા બાદ એવું માનવામાં આવે છે કે અત્યાર સુધી સરકારે 35 વસ્તુઓ પર કસ્ટમ ડ્યુટી વધારવાનું મન બનાવી લીધું છે. તેનું એક કારણ એ છે કે ભારતમાં આ માલના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે તેની આયાત મોંઘી કરવામાં આવી રહી છે. ડિસેમ્બરમાં, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે ઘણા મંત્રાલયોને બિન-આવશ્યક આયાતી માલની સૂચિ તૈયાર કરવા કહ્યું હતું જેના પર કસ્ટમ ડ્યુટી વધારી શકાય.

આ પણ વાંચો, New Mobile Recharge Plans of 2023

કઈ નવી બચત યોજના ગેમ ચેન્જર બની શકે?

સરકાર આયાત ઘટાડવાનો પણ પ્રયાસ કરી રહી છે. હકીકતમાં ચાલુ ખાતાની ખાધ જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 4.4 ટકાના નવ મહિનાની ઊંચી સપાટીએ પહોંચી ગઈ હતી. ડેલોઇટે તાજેતરમાં જાહેર કરેલા અહેવાલમાં જણાવ્યું હતું કે ચાલુ ખાતાની ખાધમાં વધારો થવાની આશંકા હજુ પણ છે. વધતા આયાત બિલના ખતરા ઉપરાંત 2023-24માં નિકાસ પર ફુગાવાના દબાણની શક્યતા છે. સ્થાનિક માંગ જે રીતે નિકાસ વૃદ્ધિને વટાવી ગઈ છે, એવો અંદાજ છે કે મર્ચેન્ડાઈઝ વેપાર ખાધ દર મહિને $25 બિલિયન હોઈ શકે છે. આ આંકડો ચાલુ ખાતાની ખાધને જીડીપીના 3.2 થી 3.4 ટકાની બરાબર રાખવામાં સફળ થઈ શકે છે.

વિવિધ ક્ષેત્રોમાં, આવી વસ્તુઓ પર કસ્ટમ ડ્યુટી વધારી શકાય છે, જે આવશ્યક ચીજવસ્તુઓની શ્રેણીમાં આવતી નથી. આ સિવાય સરકારે ઓછી ગુણવત્તાની પ્રોડક્ટ્સની આયાત ઘટાડવા માટે ઘણા સેક્ટરમાં ધોરણો નક્કી કર્યા છે. જેમાં રમતગમતનો સામાન, લાકડાનું ફર્નિચર અને પીવાલાયક પાણીની બોટલનો સમાવેશ થાય છે. આ બંને સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ઉત્પાદકો માટે સમાન છે. આ માપદંડોને કારણે ચીનથી આવતી ઘણી સસ્તી ચીજવસ્તુઓની આયાત ઘટી શકે છે, જેના કારણે તે થોડા સમય માટે મોંઘી થઈ શકે છે.

આ પણ વાંચો, Mayabhai Ahir luxurious life

બજેટ પછી શું સસ્તું-મોંઘું થશે?

2014માં શરૂ કરાયેલા ‘Make in india’ કાર્યક્રમને મજબૂત કરવા માટે સરકાર કસ્ટમ ડ્યુટી વધારવાનો નિર્ણય લઈ શકે છે. ગયા બજેટમાં પણ નાણામંત્રીએ ઈમિટેશન જ્વેલરી, છત્રી અને ઈયરફોન જેવી ઘણી વસ્તુઓ પર આયાત ડ્યૂટી વધારીને સ્થાનિક ઉત્પાદનને મજબૂત કરવા પર ભાર મૂક્યો હતો. આવી સ્થિતિમાં આ વર્ષે પણ અન્ય ઘણી ચીજવસ્તુઓ પર આયાત ડ્યુટી વધવાની છે અને પછી તેમના મેક ઇન ઇન્ડિયા ઉત્પાદનોનો લાભ મળી શકે છે.

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જેમ્સ અને જ્વેલરી સેક્ટર માટે સોના અને અન્ય કેટલીક વસ્તુઓ પરની આયાત ડ્યૂટી ઘટાડવાનું સૂચન કર્યું છે. તેનાથી દેશમાંથી જ્વેલરી અને અન્ય તૈયાર ઉત્પાદનોની નિકાસ વધારવામાં મદદ મળશે. ગયા વર્ષે બજેટમાં સરકારે સોના પરની આયાત ડ્યૂટી 10.75 ટકાથી વધારીને 15 ટકા કરી હતી. સરકારે ઉડ્ડયન, ઇલેક્ટ્રોનિક્સ, સ્ટીલ અને ઔદ્યોગિક ઉત્પાદન ક્ષેત્રોમાં કસ્ટમ ડ્યુટી નાબૂદ કરી હતી.

આ પણ વાંચો, વેલેન્ટાઇન ડે પહેલાના રોમેન્ટિક દિવસો

35 વસ્તુઓના ભાવ વધારવાની તૈયારી… યાદીમાં છે આ વસ્તુઓ!

આ Budget 2023 માં સરકાર દેશના ઘરેલુ જ્વેલરી ઉદ્યોગને અનેક મોરચે રાહત આપી શકે છે. જેમાં કાચા માલની આયાતથી લઈને તૈયાર માલની નિકાસ સુધી જ્વેલરી ઉદ્યોગને ફાયદો થઈ શકે છે. જો ઉદ્યોગની માંગની વાત કરીએ તો જેમ્સ એન્ડ જ્વેલરી નિકાસકારોની માંગ છે કે બજેટમાં લેબ ડાયમંડના કાચા માલ પરની આયાત ડ્યુટી નાબૂદ કરવામાં આવે. આ સાથે જ્વેલરી રિપેર પોલિસી જાહેર કરવાની પણ માંગ કરવામાં આવી છે.

આ ઉપરાંત સરકારને સ્પેશિયલ નોટિફાઈડ ઝોનમાં હીરાના વેચાણ પર અંદાજિત ટેક્સ લાદવાનું પણ સૂચન કરવામાં આવ્યું છે અને SEZ માટે લાવવામાં આવી રહેલા નવા કન્ટ્રી બિલનો અમલ કરવાની માંગ પણ કરવામાં આવી છે. ઉદ્યોગે બજેટમાં ‘ડાયમંડ પેકેજ’ની જાહેરાત કરવાનો અનુરોધ કર્યો છે.

ડેટ લિંક્ડ સેવિંગ સ્કીમની તૈયારી?

બજેટમાં ઈનવેસ્ટમેન્ટ સેક્ટર માટે પણ મોટી જાહેરાતની સંભાવના છે. નાણા મંત્રી ડેટ લિંક્ડ સેવિંગ સ્કીમની જાહેરાત કરી શકે છે. ELSSની તર્જ પર જ ડેટ લિંક્ડ સેવિંગ સ્કીમ આવી શકે છે. મ્યુચ્યુઅલ ફંડો ડેટ લિંક્ડ સેવિંગ સ્કીમ લોન્ચ કરી શકશે. આ ઉપરાંત રિટેઈલ રોકાણકારો માટે બોન્ડ માર્કેટના રસ્તા ખોલવાની પણ તૈયારી છે. સૂત્રોનું માનીએ તો ડેટ લિંક્ડ સેવિંગ સ્કીમ માટે ડિબેંચર અને કંપની બોન્ડમાં 80 ટકા રોકાણનો પ્રસ્તાવ છે. કલમ 80સી હેઠળ ડેટ લિંક્ડ સેવિંગ સ્કીમમાં ટેક્સમાં છૂટ પણ મળી શકે છે. આ સ્કીમમાં 3 વર્ષનાં લોક ઈન પીરિયડનો પણ પ્રસ્તાવ છે.

આ પણ વાંચો, IITRAM Recruitment Last Date 16/02/2023

ડિસઈનવેસ્ટમેન્ટ કાર્યક્રમને બ્રેક લાગશે?

બજેટમાં કેન્દ્ર સરકારનાં ડિસઈનવેસ્ટમેન્ટ કાર્યક્રમને બ્રેક લાગી શકે છે. જાહેર સાહસોમાં સરકારનો હિસ્સો વેચવાનાં સરકારના લક્ષ્યાંકો પાર ન પડતાં હવે આ મુદ્દે બજેટમાં સરકાર પીછેહઠ કરી શકે છે. સૂત્રોનું માનીએ તો સરકાર ડિસઈનવેસ્ટમેન્ટનાં લક્ષ્યાંકને ઓછો કરી શકે છે. જાહેર સાહસોમાં હિસ્સો વેચીને 65 હજાર કરોડ રૂપિયા એકત્રિત કરવાનાં લક્ષ્યાંકને ઘટાડીને 40થી 45 હજાર કરોડ રૂપિયા કરવામાં આવી શકે છે. આ બજેટમાં નવી કંપનીઓનાં ખાનગીકરણની જાહેરાતની શક્યતા પણ ઓછી છે. બે સરકારી બેન્કોના ડિસઈનવેસ્ટમેન્ટની પ્રક્રિયા શરૂ થવી પણ મુશ્કેલ છે. તો સરકારી વીમા કંપનીઓનાં હિસ્સામાં વેચાણમાં પણ વિલંબ થઈ શકે છે. નાણા મંત્રાલય અગાઉ નક્કી કરેલી કંપનીઓનાં ડિસઈનવેસ્ટમેન્ટ પર જ આગળ વધશે.

ઓનલાઈન ગેમિંગ કંપનીઓને ટેક્સમાં રાહત મળશે? 

આ બજેટમાં ઓનલાઈન ગેમિંગ કંપનીઓ પર ટેક્સ મુદ્દે કોઈ જાહેરાત થઈ શકે છે. ઈન્કમ ટેક્સ મેચ દીઠ લાગે કે પછી કુલ રકમ પર, તેના પર સ્પષ્ટતા થઈ શકે છે. હાલ 10 હજાર રૂપિયા કે તેથી વધુ રકમ પર 30 ટકા ટેક્સ લાગે છે. વર્તમાન નિર્ધારિત રકમને કારણે હાલ યોગ્ય રીતે ટેક્સનું કલેક્શન નથી થઈ શકતું.

આ પણ વાંચો, Fit India Mobile Application

વીમા કંપનીઓ માટે બજેટ ગેમચેન્જર બનશે? 

જો કે વીમા કંપનીઓે બજેટમાં રાહત મળી શકે છે. સૂત્રોનું માનીએ તો બજેટમાં વીમા ક્ષેત્રમાં મોટા પરિવર્તન આવી શકે છે. વીમા સુધારા બિલ માટે જાહેરાત થઈ શકે છે. નવી વીમા કંપની શરૂ કરવાના નિયમોમાં પણ ફેરફાર થઈ શકે છે. 100 કરોડ રૂપિયાના નિયમમાં ફેરફારને મંજૂરી મળી શકે છે. વીમા કંપનીઓ માટે બીજી કેટેગરીમાં લાયસન્સને પણ મંજૂરી મળી શકે છે. વીમા કંપનીઓને અન્ય ફાઈનાન્શિયલ પ્રોડક્ટો વેચવાની મંજૂરી પણ મળી શકે છે.

About Author : Tushar Ahir
Contact Email : mdbparadise@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, TipsKing.org is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.

Leave a Comment

Join Our Whatsapp Group